અમદાવાદઃ સેટેલાઇટમાં જોધપુર ગામ વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય મોડેલ - એન્કર ખૂશ્બુ ભટ્ટે કથિત રીતે પિતા સાથે જમવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં રવિવારે બપોરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મોડેલનો ઓસ્ટ્રેલિયા રહેતો ભાઈ અમદાવાદ આવ્યા બાદ તેની અંતિમવિધિ કરાઈ હતી. ખૂશ્બુ ૫૯ વર્ષીય નિવૃત્ત પિતા અને ૯૨ વર્ષનાં દાદીમા સાથે રહેતી હતી.
પિતાએ ડાયાબીટિસના કારણે ઓછું જમવાનું માગ્યું અને ખૂશ્બુને લાગ્યું કે પિતાને તેના હાથનું જમવાનું ભાવતું નથી. આ ગેરસમજના કારણે તેણે રૂમમાં જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે જણાવ્યું છે કે, ખૂશ્બુ છેલ્લા ત્રણ વર્ષથી કોઈ કામ કરતી ન હતી. તે પહેલાં એન્કરિંગ-મોડેલિંગ કરતી હતી.


