મોડાસા: માલપુર નજીકના મહિયાપુર ગામના બે પિતરાઈ ભાઈઓ કાળાભાઈ શિવાભાઈ તરાર અને ધૂળાભાઈ સુરાભાઈ તરાર બાઈક લઈને મોડાસા પાસેના સાકરિયા કંપા પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી ધસી આવેલી સ્વિફ્ટ કારે બાઈકને અડફેટે લેતાં બંને ભાઈઓ ફંગોળાયા હતા. બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યાં હતાં.


