અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯મી અને ૩૦મી જૂન એમ બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ૨૯મીએ તેઓ સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે સવારે ૧૦ વાગ્યે આશ્રમની મુલાકાત લઈને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રની ટપાલ ટિકિટ અને સોનાના સિક્કાનું અનાવરણ કરશે.
મોદી આ કાર્યક્રમ બાદ સાંજે ૪ વાગ્યે રાજકોટમાં દિવ્યાંગોના કાર્યક્રમમાં જશે. જરૂરી સાધન સામગ્રીનું વિતરણ કરશે. એ પછી સાંજે ‘સૌની યોજના’ અંતર્ગત આજી ડેમમાં નર્મદનાં નીર વધાવશે. આ કાર્યક્રમ બાદ મોદી રેસકોર્સ મેદાન પર જાહેર સભા સંબોધશે. જાહેરસભા બાદ મોદીનો રોડ શો યોજાશે.
બીજા દિવસે ૩૦મી જૂને મોદી અરવલ્લી પાણી પુરવઠા વિભાગની યોજનાનું લોકાર્પણ કરી જાહેર સભા સંબોધશે. એ પછી અમદાવાદમાં મણિનગરના ‘ધ અરેના ટ્રાન્સસ્ટેડિયમ’માં યુવાનોને માર્ગદર્શન આપશે. એ પછી સાંજે પાંચ વાગ્યે ગાંધીનગર મહાત્મા મંદિરમાં ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન કાર્યક્રમમાં વક્તવ્ય આપશે.

