વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2001માં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે રાજ્ય સામે ઘણી મોટી મુશ્કેલીઓ હતી. ગુજરાત ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ અને રાજકીય અસ્થિરતા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. તેમણે ગુજરાતને પ્રગતિના પથ પર આગળ વધારવા પૂરી તાકાત લગાવી દીધી.
આ પ્રસંગે તેમણે માતા હીરાબાએ આપેલી એક શીખનો પણ ઉલ્લેખ કર્યો કે, ‘ગરીબો માટે કામ કરજે અને ક્યારેય લાંચ ના લેતો. આ શીખને તેમણે જીવનનું માર્ગદર્શન ગણાવી. મુખ્યપ્રધાન તરીકેના તેમના કાર્યકાળમાં ગુજરાતે ખેતી, ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ પ્રગતિ કરી અને એક મજબૂત રાજ્ય તરીકે ઊભરી આવ્યું. વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે 2014માં તેઓ વડાપ્રધાન બન્યા બાદ પાછલા 11 વર્ષોમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.


