મોદીને પડકારતી ઝાકિયાની અરજી પર જાન્યુ.માં સુનાવણી

Wednesday 05th December 2018 05:39 EST
 
 

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ૨૦૦૨ ગોધરા રમખાણોના કેસમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને એસઆઇટી દ્વારા ક્લિન ચિટ આપવાને પડકારતી ઝાકિયા ઝાફરીની અરજી પર સુનાવણી જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયા સુધી મોકૂફ રાખી છે. રમખાણોમાં માર્યા ગયેલા પૂર્વ સાંસદ અહેસાન જાફરીનાં પત્ની ઝાકિયાએ એસઆઇટીના નિર્ણય સામે તેમની અરજીને નકારી દેવાના ગુજરાત હાઇ કોર્ટના પાંચ ઓક્ટોબર, ૨૦૧૭ના આદેશને સુપ્રીમમાં પડકાર્યો છે.
જસ્ટિસ એ એમ ખાનવિલકર અને હેમંત ગુપ્તાની એક બેન્ચે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયા સુધી તેના પર સુનાવણી મોકૂફ રાખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter