ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૭ અને ૮મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે હશે. ૭મીએ મોદી સવારે ૧૦ કલાકે જામનગર પહોંચશે. જામનગરથી દ્વારકા જશે. દ્વારકાધીશના દર્શન કરીને બેટ દ્વારકા બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. બપોરે ૨ વાગ્યે ચોટીલા હીરાસરમાં રાજકોટના નવા એર પોર્ટનું ભૂમિપૂજન કરશે અને ચોટીલામાં જાહેરસભાને પણ સંબોધશે. ૮મીએ સવારે વડા પ્રધાન વતન વડનગરમાં હોસ્પિટલનું લોકાર્પણ કરશે ત્યાંથી બપોરે ભરૂચ જશે. જ્યાં રૂ. ૪૫૦૦ કરોડના ખર્ચે બનનારા દહેજ ભાડભૂત કોઝવે-વિયરનું ખાતમુહૂર્ત કરશે. સાંજે તેઓ વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.


