મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ સસ્પેન્ડ

Wednesday 08th May 2019 05:58 EDT
 
 

ગાંધીનગરઃ મોરવાહડફની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પરથી ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ૩જીએ ગેરલાયક ઠેરવ્યા છે. ખાંટનું જાતિ પ્રમાણપત્ર ખોટું હોવાનું ઠરતા બીજીએ રાજ્યપાલ ઓ પી કોહલીએ તેમને ગેરલાયક ઠેરવતો હુકમ કર્યો હતો. જેના અનુસંધાને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ખાંટને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવ્યા છે. આ સંદર્ભે અધ્યક્ષે જણાવ્યું કે રાજ્યપાલના હુકમ બાદ ૩જીએ મારી પાસે તેમનો પત્ર આવ્યો હતો. આ હુકમના પાલન મુજબ ખાંટને ગુજરાત વિધાનસભાના સભ્યપદે ગેરલાયક ઠેરવવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter