મોરારિબાપુ દ્વારા વાલ્મિકી-વ્યાસ-તુલસી એવોર્ડનું આયોજન

Wednesday 08th August 2018 06:39 EDT
 
 

અમદાવાદઃ કથાકાર મોરારિ બાપુની નિશ્રામાં ૧૪થી ૧૭મી ઓગસ્ટ દરમિયાન ‘તુલસી-જન્મોત્સવ’નું આયોજન જગદ્ગુરુ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહ, કૈલાસ ગુરુકૂળ, મહુવા અને ચિત્રકુટધામ-તલગાજરડામાં કરાયું છે. તુલસી સાહિત્ય વિચાર પર સંગોષ્ઠિ તથા વાલ્મિકી, વ્યાસ, તુલસી એવોર્ડ પણ મહાનુભાવોને અપાશે. આ વર્ષે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને ‘વ્યાસ એવોર્ડ’ અપાશે. જ્યારે શ્રીમન માધવગૌડેશ્વર વૈષ્ણવાચાર્ય પુંડરિક ગોસ્વામીજી મહારાજ (વૃંદાવન)ને વાલ્મિકી એવોર્ડ અપાશે. જગદ્ગુરુ શંકારા સ્વામી દિવ્યાનંદ તીર્થજી મહારાજ (શંકરાચાર્ય મઠ, ભાનપુરા, મધ્ય પ્રદેશ), સ્વામી શ્રવણાનંદ સરસ્વતીજી મહારાજ (વૃંદાવન) અને શ્રીમતી ઞ્જાનવતી અવસ્થી (રેવા, મધ્ય પ્રદેશ)ને તુલસી એવોર્ડ અપાશે.
તુલસી જન્મોત્સવ અંતર્ગત ચાર દિવસીય આયોજન કરાયું છે. જે અંતર્ગત પૂજ્ય સંત તુલસીદાસજીના જન્મમદિન ૧૭મી ઓગસ્ટે વાલ્મિકી, વ્યાસ અને તુલીસ એવોર્ડ મહાનુભાવોને અર્પણ કરાશે. આ એવોર્ડ અંતર્ગત મહાનુભાવોને વંદનાપત્ર, સૂત્રમાળા, શાલ અને સન્માનરાશિ અર્પણ કરવામાં આવશે. જ્યારે તુલસી જન્મોત્સવના બધા જ કાર્યક્રમો આસ્થા ટીવી અને www.moraribapu.org પરથી પણ ૧૭૦ દેશોમાં પ્રસારિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter