અમદાવાદ: ગુજરાત હાઇ કોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ સિનિયર એડવોકેટનો દરજ્જો પરત લેવા સુપ્રીમ કોર્ટમાં કરેલી પીટિશનની સુનાવણી છટ્ઠી ઓગસ્ટે હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં યતીન ઓઝાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી લીધી હતી અને ખાતરી આપી હતી કે, હવે ફરી આવું પગલું ક્યારેય નહીં ભરું. હવે સુપ્રીમ કોર્ટે આ અંગેના કેસની સુનાવણી ૨૬મી ઓગસ્ટના રોજ નિયત કરી છે. આ સમયગાળામાં હાઇ કોર્ટ તેમના કેસ અંગે નિર્ણય કરે તેવો આદેશ પણ આપ્યો છે.


