યાસીન ભટકલને પાકિસ્તાની આર્મીએ ટ્રેનિંગ આપી હતી

Wednesday 05th April 2017 07:47 EDT
 
 

અમદાવાદ: અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં ટ્રાન્સફર વોરંટથી લવાયેલો આતંકી યાસીન ભટકલ ૨૦૦૫માં ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયો હોવાનો ઘટસ્ફોટ ત્રીજીએ થયો છે. પાકિસ્તાન આર્મીના વાહનોમાં ભટકલને બલુચિસ્તાન લઈ જવાયો હતો. ત્યાં પાકિસ્તાન આર્મીના ઓફિસરોની દેખરેખમાં ભટકલને ટ્રેનિંગ અપાયા પછી ભટકલ પાકિસ્તાની આર્મીમાં ઈન્સ્ટ્રક્ટર ઓફિસર તરીકે હોવાનું ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું.  ઉલ્લેખનીય છે કે, ભટકલ અને હડ્ડીને તિહાર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લાવવામાં આવ્યો પછી કોર્ટે બંને આતંકવાદીઓના ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter