યુએસ કોર્ટ ઓફ અપીલ્સમાં જજ પદે રુપાલી દેસાઇની નિમણૂંક

Wednesday 10th August 2022 13:32 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકન સેનેટે નાઇન્થ સર્કિટ માટે યુનાઇટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ અપીલ્સમાં ગુજરાતી મૂળના વકીલ રુપાલી એચ. દેસાઇની નિમણૂકને સમર્થન આપ્યું છે. આ સાથે જ તે આ શક્તિશાળી કોર્ટમાં જજના હોદ્દા પર નિમણૂક પામનાર પ્રથમ સાઉથ એશિયન બની ગયા છે.
અમેરિકાના બંને પક્ષો ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિક પાર્ટીના 67 સાંસદોએ દેસાઇના સમર્થનમાં મતદાન કર્યું હતું. જ્યારે 29 સાંસદોએ તેમની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. નાઈન્થ સર્કિટનું મુખ્ય મથક કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં છે. આ દેશની 13 કોર્ટ ઓફ અપીલ્સમાં સૌથી મોટી છે.
સેનેટના ન્યાય સંબંધી બાબતોની સમિતિના પ્રમુખ અને સેનેટે મેજોરિટી વ્હિપ ડીક ડરબિને જણાવ્યું છે કે આ કોઈ આશ્ચર્યની વાત નથી કે રુપાલી દેસાઈની નિમણૂકની રાજકીય અને વૈચારિક વર્તુળોમાં ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત રાજ્યના ન્યામૂર્તિઓ, લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓ અને ત્રણ અલગ અલગ ફાયર ફાઈટર ઓર્ગેનાઈઝેશન્સે તેમની નિમણૂકને સમર્થન આપ્યું છે.
રુપાલી દેસાઈ વકીલ તરીકે 16 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે 2005માં યુનિવર્સિટી ઓફ એરિઝોનામાંથી લોમાં ડિગ્રી પ્રાપ્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter