યુએસ સિટીઝને ભારતીય ચૂંટણી કાર્ડ કઢાવતાં ફરિયાદ

Monday 25th January 2021 09:41 EST
 
 

અમદાવાદઃ ઘાટલોડિયામાં રહેતા હિમાંશુભાઈ કાંતિલાલ પટેલ અમેરિકન સિટિઝન હોવા છતાં ૪૧ ઘાટલોડિયા વિધાનસભાની મતદાર યાદીમાં નામ દાખલ કરાવી મત કાર્ડ કઢાવ્યું હતું. આની જાણ કેન્દ્રિય ગૃહ મંત્રાલયને થતાં ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારીને તપાસનો આદેશ અપાયો. હિમાંશુ પટેલે શરતચૂકથી નામ યાદીમાં રહ્યાનું જણાવતાં તેમની સામે પોલીસ ફરિયાદ થઈ અને હિમાંશુ પટેલનું ભારતીય ઇલેક્શન કાર્ડ રદ કરવાનો હુકમ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter