યુએસમાં હીરા કંપનીની રૂ. ૧ હજાર કરોડની નાદારી

Wednesday 21st November 2018 08:53 EST
 

સુરતઃ ભારતીય બેંકો સાથે રૂ. ૨૧ હજાર કરોડની ઠગાઇ આચરનાર કૌભાંડી નીરવ મોદી-મેહુલ ચોકસી લોનકાંડની અસર ડાયમંડ જવેલરી કંપની પર પડી છે. અમેરિકાના સાઉથ ઓસ્ટીન-ટેકસાસની સેમ્યુઅલ ડાયમંડે રૂ. ૧ હજાર કરોડમાં નાદારી નોંધાવી હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.

સેમ્યુઅલ ડાયમંડ અને સેમ્યુઅલ જવેલર્સે અમેરિકાની ટેકસાસ કોર્ટમાં ચેપ્ટર ૧૧ હેઠળ નાદારી નોંધાવી લેણદારોને નાણા ચૂકવવા માટે સમય માગ્યો છે. ટેકસાસની થર્ડ કોર્ટમાં ૧૬મી નવેમ્બરના રોજ આ દાવો નાદારી તરીકેનો દાખલ કરાયો હતો. સેમ્યુલ ડાયમંડ અને જ્વેલરી કંપની ડાયમંડ જવેલરી, ગોલ્ડ જવેલરી, જેમ્સ સ્ટોન જવેલરી, બર્થસ્ટોન અને અન્ય એપેરલ્સનું વેચાણ ધરાવે છે. કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર રૂ. ૩૦૦૦ કરોડથી વધુનું છે. કંપની નબળી પડતા તેના ૧૦૨થી વધુ સ્ટોર્સ બંધ કરવાની નોબત આવી છે. કંપની મેહુલ ચોકસીની ભારત સ્થિત કંપનીઓના નાણાનો વહિવટ અન્ય એપેરલ્સનું વેચાણ ધરાવે છે. મેહુલ ચોકસી અને નીરવ મોદીની ગીતાંજલિ ગ્રુપના હિસાબો સરભર કરવા સેમ્યુઅલ ડાયમંડ ભીંસમાં મુકાઈ છે. ગીતાંજલિ ગ્રુપની સચીન સેઝમાં આવેલી ત્રણ કંપનીઓ અને વરાછા ડાયમંડ પાર્કની ૧૪ ઓફિસો ઇડી અને સીબીઆઇએ સીલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter