યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના મેડિકલ વિદ્યાર્થીઓ પરત ફર્યા

Friday 10th July 2020 15:47 EDT
 

અમદાવાદઃ કોરોના મહામારી શરૂ થયા બાદ વિશ્વના મોટાભાગના દેશો તેના ભરડામાં આવી ગયા છે. જેના કારણે અનેક દેશોમાં લોકડાઉન જાહેર કરતા લોકો ફસાઈ ગયા હતા. યુક્રેનમાં પણ લોકડાઉનને પગલે ત્યાં ફસાઈ ગયેલા ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ૨૬૮ જેટલા મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓને ૩જીએ મોડી સાંજે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.
આ તમામ વિદ્યાર્થીઓને યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટમાં અમદાવાદ લવાયા છે. અમદાવાદ પહોંચેલા આ તમામ વિદ્યાર્થીઓની મેડિકલ તપાસ કર્યા બાદ જ તેમને બહાર કઢાયા હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર આવેલા તમામ વિદ્યાર્થીઓ સરકારના દિશાનિર્દેશો મૂજબ ક્વોરેન્ટાઇન કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ પહેલીવાર અમદાવાદ આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ સ્પેશિયલ ફ્લાઇટનું આયોજન ભારતીય દૂતાવાસની મદદથી ધ એમડી હાઉસ દ્વારા કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter