અમદાવાદઃ મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામીનારાયણ મંદિરમાં યુગદૃષ્ટા મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૩મો પ્રાગટ્યોત્સવ મંદિરના બ્રહ્મમહોલમાં ઉજવાયો હતો. આચાર્ય પુરુષોત્તપ્રિયદાસજી સ્વામી મહારાજના ઉત્તરાધિકારી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાને સ્ટેજ ઉપર બિરાજમાન કર્યાં હતાં. એ પછી પૂજનીય સંતોએ મુક્તજીવન સ્વામીબાપાનું શાહીપૂજન કર્યું હતું. મુક્તજીવન સ્વામીબાપાને સુવર્ણ મુગટ, પુષ્પની ચાદર, સુવર્ણના અલંકારો વગેરે ધારણ કરાવાયાં હતાં. શ્રીજીબાપા સ્વામીબાપાનું પૂજન આચાર્ય સ્વામીજી મહારાજે કર્યું હતું અને ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાને તુલામાં બિરાજમાન કરીને પુષ્પ, સોપારી, ગોળ, શ્રીફળ વગેરે દ્રવ્યોથી તુલા કરવામાં આવી હતી. આ તુલાનાં હજારો હરિભક્તોએ દર્શન ઓનલાઇન કર્યાં હતાં.


