ગાંધીનગરઃ ભારત સરકારની સાંસ્કૃતિક બાબતોની અગત્યની યુનેસ્કો સમિતિમાં ભાગ્યેશ જહાની નિમણૂક કરાઇ છે. ભારત સરકારે સાંસ્કૃતિક બાબતો અંગે યુનાઇટેડ નેશન્સની એક્સપર્ટ પેનલની રચના કરી છે. જેના અધ્યક્ષ તરીકે પદ્મભૂષણ સત્યવ્રત શાસ્ત્રી છે. જ્યારે બીજા ક્રમે જાણીતા સાંસ્કૃતિક પ્રશાસક અને સાહિત્યકાર તરીકે ભાગ્યેશ જહાની નિમણૂંક કરાઇ છે. સાંસ્કૃતિક મંત્રાલયે યુનેસ્કોના પ્રોજેક્ટ અને યોજનાઓની મંજૂરી માટે દેશના કલા અને સાહિત્યના પ્રતિષ્ઠિત તજજ્ઞોની સમિતિ રચી છે. ભાગ્યેશ જહાના સાંસ્કૃતિક સચિવ તરીકેના દીર્ઘ અનુભવ અને કવિ-લેખક તરીકેની સર્જનાત્મક શક્તિઓનો રાષ્ટ્રીય કક્ષાએ ઉપયોગ થશે.


