રક્તપિત્તના દર્દીઓની સંખ્યા પાંચ વર્ષમાં ૪૦ ટકા વધી

Wednesday 03rd February 2016 07:03 EST
 

અમદાવાદઃ ગાંધી નિર્વાણ દિન સાથોસાથ વિશ્વ રક્તપિત્ત દિવસ પણ હોય છે અને આ રોગ અંગે જાગૃતિ માટે હાલમાં જ એક રિપોર્ટ બહાર પડ્યો ત્યારે તારણ મળ્યું કે, ગુજરાતમાં રક્તપિત્તના દર્દીઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. રાજ્યમાં ૨૦૧૧ના વર્ષમાં રક્તપિત્તના ૭૫૦૦ દર્દીઓ હતા. ૨૦૧૫માં આ સંખ્યા ૧૦,૫૦૦ ઉપર પહોંચી છે. મતલબ કે પાંચ વર્ષમાં દર્દીઓની સંખ્યામાં ૪૦ ટકાનો મોટો વધારો થયો છે. આરટીઆઈની પૃચ્છામાં એવું પણ બહાર આવ્યું છે કે, ૨૦૧૪-૧૫માં આ રોગના ૪૭૨૯ પુરુષ અને ૪૨૯૫ સ્ત્રી મળીને કુલ ૯૦૨૪ દર્દીઓ રાજ્યમાં હતા, જ્યારે ૨૦૧૫માં ૮૮૯ પુરુષ અને ૭૦૨ સ્ત્રી મળીને આ રોગના કુલ ૧૫૯૧ દર્દીઓ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter