અમદાવાદઃ અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન નવમી ડિસેમ્બરે આઈઆઈએમ-અમદાવાદના મહેમાન બન્યા હતા. આઈઆઈએમ ખાતે ચાલતી IIMA-SRK વ્યાખ્યાન માળાના ઉદઘાટન માટે તેઓ હાજર રહ્યા હતા. શ્રી રામક્રિષ્ન નોલેજ ફાઉન્ડેશનના સહયોગથી આ વ્યાખ્યાન માળાની શરૂઆત થઈ છે. જેમાં રઘુરામ રાજને ‘ધ ગ્લોબલ ઈકોનોમી, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જિસ’ પર વાત કરી હતી.


