સુરતઃ રશિયામાં વર્ષોથી સ્થાયી થયેલા ભારતીયોની અટક કરી બાદમાં તેમને ખોટી રીતે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ થઇ રહી છે. ૨૫ જૂનના રોજ ભારતીયોની વસાહત તથા કાર્યક્ષેત્રવાળા વિસ્તારમાં રેડ કરી ૪૦ જેટલા લોકોની અટક કરવામાં આવી હતી. જે પૈકી ૧૯ને ડિપોર્ટ કરવાના ઓર્ડર કરાયા છે. આ લોકો પૈકી ૮ ગુજરાતીઓ અમદાવાદ, ખેડા અને વલસાડના છે. જેઓ પાસે લિગલ ડોક્યુમેન્ટ્સ હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી હોવાની ફરિયાદ ઊઠી છે.
આ ૪૦ પૈકી ઘણા લોકો કાપડના વ્યવસાય સાથે તથા એકાદ બે જણા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રના લોકો પણ છે. ૧૦થી ૧૫ વર્ષથી સ્થાયી થયેલાઓ પૈકી ઘણાએ ત્યાં મૂડી મોટું રોકાણ કર્યું છે. જેઓ કંપની-ફર્મના માલિક પણ છે. જેઓને ડિપોર્ટ કરવાની કામગીરીથી તેમણે કરેલા રોકાણ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.