રાજયમાં હીટવેવથી એક જ દિવસમાં ૫૩ બેભાન

Wednesday 01st May 2019 06:54 EDT
 

અમદાવાદઃ ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો હોવાથી લોકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે. રાજ્યમાં ૨૮મી એપ્રિલથી બે દિવસમાં ૧૦૮ ઇમરજન્સીને આશરે ૧૩૦૦ કરતા વધુ લોકો ગરમીથી બેભાન બીમાર થવાની ફરિયાદો મળી હતી. હીટવેવથી લોકોના બેભાન થવાનો આંકે છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે. ૨૮મી એપ્રિલે રાજયભરમાં ૧૯૦ લોકો બેભાન થયા હતા જયારે ૨૯મીએ ૮૪ લોકો બેભાન થવાના બનાવો બન્યા છે. જયારે ૨૯મીએ અમદાવાદમાં ૫૩ લોકો બેભાન થયા હતા.
રાજ્યમાં ૨૮મી એપ્રિલથી છેલ્લા બે દિવસની ગરમીને પગલે રાજયભરમાંથી ૧૦૮ ઇમરજન્સી મોડી રાત સુધી દોડતી રહી હતી. ૨૮મીએ ગરમી વધતા ૧૦૮ પણ વેઇટિંગમાં રહી હતી. ગરમીના કારણે પેટના દુઃખાવાના બનવો પણ વધ્યા હતા. પેટના દુખાવાની ૭૭ ફરિયાદો, છાતીમાં દુઃખાવાની ૨૯, ચક્કર આવવાની ૧૯, ઢળી પડવાની ૩૪, ડીહાઇડ્રેશનની ૨૦, ઉલટીઓની ૩૬ ફરિયાદો ૧૦૮ને મળી હતી.
ગરમી ૪૩.૭ ડિગ્રીએ પહોંચતાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી ૨૯મીએ પણ યથાવત રહી હતી. ગાંધીનગરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૪.૧ ડિગ્રી નોંધાતા રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર બન્યું હતું. અમદાવાદમાં ૨૯મીએ પણ ૪૩.૭ ડિગ્રી તાપમાનના કારણે ઓરેન્જ એલર્ટ યથાવત રહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter