ગાંધીનગરઃ અરજદાર સુભાષ અગ્રવાલે ૧૬મી ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ અરજી કરી હતી કે, તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને પીએમઓ વચ્ચે ૨૦૦૨ના અરસામાં થયેલો પત્રવ્યવહાર જાહેર કરવામાં આવે. જેના પગલે કેન્દ્રીય માહિતી આયોગે ૨૦૦૨ના ગુજરાતના કોમી તોફાનો વખતે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યાલય અને તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલો પત્રવ્યવહાર જાહેર કરવાની નોટિસ ગુજરાત સરકારને તથા વડા પ્રધાન કાર્યાલય પીએમઓને તાજેતરમાં ઇશ્યુ કરી છે.

