રાજ્ય સરકારનું કૃષિ-પાણીલક્ષી બજેટ રજૂ

Wednesday 21st February 2018 06:36 EST
 
 

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં મંગળવારે વર્ષ ૨૦૧૮-૧૯નું અંદાજપત્ર નાયબ મુખ્ય પ્રધાન – નાણા પ્રધાન નીતિન પટેલે બપોરે એક વાગ્યે રજૂ કર્યું હતું. રૂપાણી સરકારે આ બજેટમાં કૃષિ, શિક્ષણ, પાણી અને આરોગ્ય પર ભાર મૂક્યો છે. મોટા ભાગની જોગવાઈઓ આ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ બજેટમાં અંદાજ અનુસાર પુરાંત ૭૮૩.૦૨ કરોડથી વધુ અંકાઈ છે. નશાબંધી દરોમાં વધારના કારણ મળનાર આવક રૂ. ૧૦૬.૩૨ કરોડ અને એકંદરે અંદાજિત પુરાંત રૂ. ૮૮૯.૩ કરોડ ગણાઈ હતી. આ બજેટ પ્રજાલક્ષી હોવાનું રાજ્ય સરકાર દ્વારા કહેવાયું છે. બજેટમાં ખેડૂતના વિકાસ અને પાણીની સમસ્યાને દૂર કરવાના ઉપાય માટે પણ ચોક્કસ ફાળવણી પર ધ્યાન અપાયાનો દાવો હતો. જીએસટીને કારણે બજેટમાં કોઈ પણ વધારાના કરવેરા નથી ઝીંકાયાની સ્પષ્ટતા કરાઈ છે.
બજેટના મહત્ત્વના મુદ્દા
• કૃષિ ક્ષેત્રે રૂ. ૬૭૫૫ કરોડ ફાળવાશે, ઝીરો ટકા વ્યાજે ખેડૂતોને લોન અપાશે. ખેત તલાવડી બનાવાવ રૂ. ૮૫ કરોડની જોગવાઈ, કૃષિ મહોત્સવ માટે રૂ. ૩૦ કરોડની જોગવાઈ • જળસંચના વિવિધ કામો જેવા કે ચેકડેમ, તળાવો ઊંડા કરવા, જળાશયોમાંથી કાપ દૂર કરવા, રિચાર્જ વેલ અને ચેકડેમોની મરામત માટે રૂ. ૨૫૭ કરોડની જોગવાઈ • ટપક સિંચાઈ અંતર્ગત સિંચાઈ વ્યવસ્થાને સારી બનાવવા રૂ. ૭૫૦ કરોડની જોગવાઈ • આર્થિક સામાજિક રીતે અશક્ત વિદ્યાર્થીઓ માટે કુલ ૩૭૪ કરોડની શિષ્યવૃત્તિની જોગવાઈ • વૃદ્ધ પેન્શન સહાય અને દિવ્યાંગ સહાય યોજના અંતર્ગત રાજ્યના અંદાજે ૭ લાખ લાભાર્થીઓને પેન્શન સહાય આપવા રૂ. ૪૭૪ કરોડની જોગવાઈ • અંતરિયાળ વિસ્તારોમાં પરિવહનની સેવા માટે ૧૬૪૦ નવી બસના સંચાલન માટે રૂ. ૪૧૦ કરોડ • અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે રૂ. ૫૦૭ કરોડની જોગવાઈ • રક્ષાશક્તિ યુનિવર્સિટીના વિકાસ માટે રૂ. ૪૬ કરોડ • સરહદી વિસ્તારના ત્રણ જિલ્લાઓ માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ • ડુંગરાળ અને આદિજાતિ વિસ્તારમાં વસતા આદિજાતિના લોકો માટે રૂ. ૮૫૭ કરોડની જોગવાઈ. • સૌની યોજનાના બીજા તબક્કાની બાર પેકેજની કામગીરી માટે રૂ. ૧૭૬૫ કરોડની જોગવાઈ • રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 395 કરોડની જોગવાઈ. • ૭૮૪ આંગણવાડીઓની સુધારણા અને ૪૧૭૫૮ આંગણવાડીઓની મરામત માટે ૨૯ કરોડની જોગવાઈ આશા વર્કર બહેનોના ઈન્સેન્ટીવમાં વધારો કરવા માટે 242 કરોડની જોગવાઈ • મુખ્ય પ્રધાન ગ્રામ સડક યોજના માટે રૂ. ૨૫૧૬ કરોડની જોગવાઈ • સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અતંર્ગત ૫૦૦૦ ગ્રામ પંચાયતતમાં ધન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન, સ્વચ્છતા જાળવણી માટે ૭૦૦૦ કરોડની જોગવાઈ • પોલીસ દળમાં આગામી વર્ષમાં ૫૬૩૫ જગ્યાઓ પર સીધી ભરતી કરવાનું આયોજન • ટ્રાફિક બ્રિગેડમાં ૪૦૦૦ સ્વંયસેવકોનો વધારો કરાશે. જેમાં ૩૩ ટકા મહિલાઓનો સમાવેશ કરાશે. • વીજઉત્પાદન માટે કોલસા અને સોલાર આધારિત નવી યોજનાઓની કામગીરી હાથ ધરવા રૂ. ૨૨૦ કરોડની જોગવાઈ • ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને સહાય આપવા માટે રૂ. ૩૯ કરોડની જોગવાઈ
• રાજ્ય ધોરી માર્ગ પરના જંક્શન પર ફ્લાય ઓવર માટે રૂ. ૮૦૪ કરોડની જોગવાઈ • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૯૭૫૦.૫૦ કરોડની જોગવાઈ • મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સીઝનલ ફ્લુ વગેરેના નિયંત્રણ માટે રૂ.૧૨૯ કરોડની જોગવાઈ • જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે કુલ ૪૮૯૭ કરોડની જોગવાઈ. • ૫૯૩ પેટા કેન્દ્રો, ૧૨૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ૭ સામૂહિક આરોગ્ય કેન્દ્રોના બાંધકામ માટે કુલ રૂ. ૯૭ કરોડની જોગવાઈ • મુખ્ય પ્રધાન ‘મા અમૃતમ’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાનો લાભ વધુ લોકોને મળે તે માટે રૂ. ૭૦૦ કરોડની જોગવાઈ. સાથે જ વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨.૫૦ લાખથી વધારીને રૂ. ૩ લાખ કરાશે.• પરમિટધારકો માટે દારૂનો ટેક્સ ત્રણ ગણો કરાયો • નેશન લાઈવ સ્ટોક મિશન માટે રૂ. ૩૪ કરોડની જોગવાઈ • આગામી વર્ષમાં સરકારના વિવિધ ભાગોમાં અંદાજે ૩૦૦૦૦ નવી ભરતી કરવામાં આવશે. માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૮૪૦૦૦ લાભાર્થીઓને ધંધા-રોજગાર માટે રૂ. ૨૦૦૦૦ સુધીની ટૂલ કીટ વિના મૂલ્યા આપવા માટે રૂ. ૬૦ કરોડની જોગવાઈ • શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે રૂ. ૮૦ કરોડ ફાળવાશે. ૧૩૮ નવા અન્નપૂર્ણા ભોજન સેન્ટર ઉભા કરાશે. • મધ્યાહન ભોજન માટે રૂ. ૧૦૧૮ કરોડ ફાળવાશે • ઈઝરાયેલની ટેકનોલોજીનો લાભ લેવા માટે ૪ નવા સેન્ટર બનાવાશે. • યુવા રોજગાર માટે રૂ. ૭૮૫ કરોડની જોગવાઈ. ૪ લાખ યુવાનોને રોજગારી મેળા હેઠળ રોજગારી અપાશે. • સહકારી મંડળીના ડિજીટલાઈશેન માટે રૂ. ૭૦ કરોડની જોગવાઈ • ખેડૂતોને ધિરાણ માટે રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter