રાજ્યના 27 જિલ્લાના 111 તાલુકામાં કમોસમી વરસાદઃ ઊનામાં 4 ઇંચ

Thursday 23rd March 2023 07:23 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતભરમાં કમોસમી વરસાદથી ખેતપેદાશને ભારે નુકસાન થયું છે. રવિવારે રાજ્યના 33માંથી 27 જિલ્લાના 111 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. ઊના, ગીરગઢડામાં ગાજવીજ સાથે 1થી 4 ઇંચ વરસાદ તૂટી પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં કેરીના પાકને ભારે નુકસાન થયું હતું. રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરીની તથા પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઇઓસી)ના જણાવ્યા પ્રમાણે કચ્છ, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરત તથા અન્ય જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter