રાજ્યના કુલ મતના ૧.૮ ટકા ‘નોટા’

Wednesday 20th December 2017 05:27 EST
 

અમદાવાદઃ પોતાના મત વિસ્તારમાંથી ઊભેલો એક પણ ઉમેદવાર ચૂંટણી જીતવાને લાયક નથી એવું સાબિત કરવા માટેનું બટન એટલે ‘નોટા’ (નન ઓફ અબોવ). ગુજરાતમાં વિધાનસભાની ચૂટણીમાં આ વખતે ૫.૫૧ લાખ મતદારોએ ‘નોટા’ પ્રેસ કર્યું છે. રાજ્ય ચૂંટણીપંચના મતે, ગુજરાતના કુલ મતના ૧.૮ ટકા મત નોટાને મળ્યાં છે. આ તરફ, એનસીપી, બીટીપી, બહુજન સમાજ પાર્ટી સહિતના નાના રાજકીય પક્ષોનેય નોટા કરતાં ઓછા મતો મળ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter