ગાંધીનગરઃ ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે લોકસભાની ચૂંટણી સંબંધે જુદી જુદી કેન્દ્રીય સમતિઓનું ગઠન તાજેતરમાં કરવામાં આવ્યું છે, પણ ચોંકાવનારી વાત મુદ્દે એ દેખાય છે કે એમાં ગુજરાતની માત્ર ચાર જ નેતાને જ સ્થાન મળવા પામ્યું છે. રાજ્યના ભાજપના આગેવાનો આ બાબતે જાહેરમાં એવું આશ્વાસન લઈ રહ્યાં છે કે, વડા પ્રધાન અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી રાજ્યને ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે. માત્ર એનજીઓ સાથે સંપર્ક બાબતની સમિતિમાં કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, કેન્દ્રીય યોજનાઓના લાભાર્થીને એકઠા કરવાની સમિતિમાં ભાર્ગવ ભટ્ટ, ભાજપની બાઈક રેલી કાઢવાની સમિતિમાં પ્રદીપસિંહ વાઘેલા તથા સોશિયલ મીડિયામાં પંકજ શુક્લને સ્થાન અપાયું છે.













