ગાંધીનગરઃ ૧ મે, ૧૯૬૦ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતનું વિભાજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યનું વિભાજન બે ભાષાઓના આધારે કરવામાં આવ્યું હતું. ગુજરાતી બોલાતા પ્રદેશોને ગુજરાતમાં અને મરાઠી બોલતા પ્રદેશોને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોનું અસ્તિત્વ ઊભું કરવામાં આવ્યું હતું.
ગુજરાત સ્થાપના દિવસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જે લોકો શહીદ થયા હતા તેમની ખાંભીને લાલ દરવાજા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ત્યાર બાદ મહાગુજરાત આંદોલનના સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત આંદોલનના સેનાની ઉપરાંત સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર હતા.


