ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આઈએએસની બદલીઓનો પહેલો તબક્કો ધાર્યાં કરતાં વહેલો અમલી બનાવ્યો છે. ૧૦ આઈએએસની બદલીના હુકમો તાજેતરમાં થયા છે. ઉદ્યોગ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે જે બે અધિકારીઓને ગોઠવેલા તે પી કે તનેજા અને અરવિંદ અગ્રવાલને ખસેડવામાં આવ્યા છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે હવે વન અને પર્યાવરણ વિભાગના એમ એસ ડાગુરને જવાબદારી સોંપી છે. જ્યારે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પી કે તનેજાને ખસેડ્યા છે. આરોગ્ય વિભાગના એસીએસ અનિલ મુકિમને નાણાં વિભાગ સોંપ્યો છે.

