રાજ્યના ૧૧ તાલુકાઓમાં ૪ ઈંચથી ઓછો વરસાદ

Wednesday 01st August 2018 07:16 EDT
 
 

અમદાવાદઃ જુલાઈના અંત સુધીમાં રાજ્યના જિલ્લાઓમાં હજુ સુધી સામાન્ય વરસાદ થતાં ચિંતા વધવા લાગી છે. ગુજરાતના ૧૧ તાલુકામાં હજુ સુધી ૪ ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે જ્યારે કચ્છ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ એવા જિલ્લા છે જ્યાં વરસાદની ૫૦ ટકા કરતા પણ વધુ ઘટ છે.
હવામાન વિભાગની ૩૦મી જુલાઈએ થયેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના દર્શાવાઈ હતી. ૨૯ જુલાઇ સુધી કચ્છ જિલ્લાના રાપરમાં સૌથી ઓછો ૦.૨૩ ઈંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ કચ્છ જિલ્લામાં વરસાદની સૌથી વધુ ૭૪ ટકા ઘટ હતી. ૧૯૮૭થી ૨૦૧૭ એમ ૩૦ વર્ષની સરેરાશ જોવામાં આવે તો કચ્છમાં ચોમાસાની મોસમમાં ૧૬.૪૧ ઈંચ વરસાદ પડતો હોય છે અને જેની સામે આ વખતે હજુ સુધી ૧.૮૧ ઈંચ જ વરસાદ પડયો છે. પાટનગર ગાંધીનગર કે જેની ગણના દેશના ગ્રીનેસ્ટ સિટી પૈકીમાં કરવામાં આવે છે ત્યાં પણ હજુ સુધી મેઘમહેર થઇ નથી. ગાંધીનગર જિલ્લામાં હજુ સુધી ૮.૦૩ ઈંચ વરસાદ પડયો છે અને ૬૩ ટકા વરસાદની ઘટ છે. ગાંધીનગર શહેરમાં ૩૦ વર્ષની સરેરાશ ૨૮.૧૮ ઈંચ છે અને તેની સામે આ વખતે ૬.૨૯ ઈંચ વરસાદ નોંધાયો છે.

કયા તાલુકામાં સૌથી ઓછો વરસાદ?

રાપર કચ્છ  ૦.૨૩
ધાંગધ્રા  સુરેન્દ્રનગર  ૦.૩૯
લખપત  કચ્છ  ૦.૪૩
વાવ બનાસકાંઠા ૦.૭૦
સાણંદ અમદાવાદ ૧.૬૧
હળવદ મોરબી ૨.૨૪
માંડલ અમદાવાદ ૨.૫૧
લખતર સુરેન્દ્રનગર ૨.૭૫
મા. મિયાણા મોરબી ૩.૦૩
જોડીયા જામનગર ૩.૨૨
વિરમગામ અમદાવાદ ૩.૩૪
દ્વારક દેવભૂમિ દ્વારકા ૩.૭૦

કયા ક્ષેત્રમાં કેટલો વરસાદ?

કચ્છ ૧.૮૧
ઉત્તર ગુજરાત ૮.૦૩  
પૂર્વ-મ.ગુજરાત ૧૩.૨૬  
સૌરાષ્ટ્ર ૧૫.૯૦  
દ. ગુજરાત ૪૧.૨૨  
કુલ ૧૭.૭૧  

કયા જિલ્લામાં વરસાદની સૌથી વધુ ઘટ?

જિલ્લો     કેટલી ઘટ?    વરસાદ (ઈંચમાં)
કચ્છ       - ૭૪%       ૧.૮૧
ગાંધીનગર - ૬૩%       ૮.૦૩
સુરેન્દ્રનગર - ૫૬%       ૪.૭૨
અમદાવાદ - ૫૪%       ૫.૮૬
પાટણ      - ૫૦%        ૫.૦૦
મોરબી     - ૪૯%        ૫.૪૩
બનાસકાંઠા - ૪૨%       ૫.૯૮
દ્વારકા      - ૨૭%        ૯.૨૫
વડોદરા     - ૨૦%       ૧૪.૪૪
નર્મદા       - ૧૯%       ૧૭.૯૧
રાજકોટ     - ૧૫%      ૧૦.૪૭
સાબરકાંઠા - ૧૫%       ૧૨.૯૫


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter