રાજ્યના ૧૧૧ તાલુકાઓમાં વરસાદ જામ્યો

Wednesday 03rd August 2016 06:43 EDT
 
 

ગાંધીનગરઃ ૩૦મી જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી રાજ્યના ૧૧૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં સુરત જિલ્‍લાના માંગરોળ તાલુકામાં
૧૬પ મિમી એટલે કે છ ઇંચથી વધુ વરસાદ થયો છે. વલસાડ જિલ્લામાં ૩૧મી જુલાઈથી છેલ્લા ૨૪ કલાકમાં વ્યાપક વરસાદ રહ્યો હતો. ધરમપુર અને કપરાડામાં સાડા ચાર ઇંચ વરસાદ થયો હતો જ્યારે વાપી અને પારડીમાં ચાર-ચાર ઇંચ તેમજ વલસાડ અને ઉમરગામમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ થયો હતો. વર્ષાથી દમણગંગા નદી પરના મધુબન ડેમની સપાટી ૭૩.૯૦ મીટર પહોંચી ગઇ છે. તેના છ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત જામકંડોરણામાં ૭૮ મિમી, ધોરાજીમાં ૭૩ મિમી, જલાલપોરમાં ૭ર મિમી, ખેરગામમાં ૭ર મિમી અને વલસાડમાં ૮૩ મિમી એમ ૩૦મી જુલાઈથી બીજી ઓગસ્ટ સુધીમાં કુલ પાંચ તાલુકાઓમાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો છે.
વિસાવદરમાં ૭૧ મિમી, નવસારીમાં ૬૯ મિમી, માતર તાલુકામાં ૬૪ મિમી, લીમખેડામાં ૬૧ મિમી, ગીરગઢડામાં ૬૦ મિમી, રાજકોટ અને ઉનામાં પ૮ મિમી, ગઢડા અને વ્યારામાં પ૭ મિમી, લોધીકામાં પ૬ મિમી, બોડેલીમાં પપ મિમી, વંથલીમાં પ૩ મિમી, કોટડાસાંગાણી, વઘઇ અને તાલાલામાં પર મિમી, વાલોડમાં અને વાંસદામાં ૪૯ મિમી એમ મળી કુલ ૧૭ તાલુકાઓમાં ૩૦મી જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી આશરે ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વિજયનગર, બાવળા, ધોલેરા, મહેમદાવાદ, આણંદ, આંકલાવ, ખંભાત, સોજિત્રા, ડભોઇ, પાદરા, જેતપુરપાવી, સંખેડા, ગરબાડા, ગોંડલ, ઉપલેટા, વાંકાનેર, ધ્રોળ, જામજોધપુર, કાલાવાડ, માંગરોળ, મેંદરડા, કોડીનાર, સૂત્રાપાડા, જાફરાબાદ, ભાવનગર, ઘોઘા, ઉમરાળા, વાલલિયા, નાંદોદ, સાગબારા, સોનગઢ, બારડોલી, ચોર્યાસી, મહુવા, ગણદેવી, સુબીર મળી કુલ ૩૬ તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પહેલી ઓગસ્ટે નોંધાયો છે. જ્યારે અન્‍ય ૪ર તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૭.૬૦ ટકા જેટલો થયો છે.
સૌરાષ્ટ્રના ૨૮ ડેમમાં ૧થી ૧૪ ફૂટ નીર
સૌરાષ્ટ્રમાં ૨૭મી જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી સાર્વત્રિક સારો વરસાદ રહેતાં ભાવનગર, રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના ૨૮ જેટલા જળાશયોમાં બે ફૂટથી માંડી ૧૪ ફૂટ જેટલાં નવા નીર આવ્યાં છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ એકમ જણાવ્યા મુજબ રાજકોટના ડેમોમાં અઢીથી ત્રણ ફૂટની પાણી આવક થઈ છે. ભાવનગર સિંચાઈ વર્તુળ એકમ હેઠળ આવતા કુલ ૧૯ પૈકીના ૧૦ ડેમમાં પણ ત્રણ ફૂટ જેટલાં નવા નીરની પૂરજોશમાં આવક થઈ છે.
શેત્રુંજીમાં ૧૫ ફૂટ, રાજાવડમાં ૧ ફૂટ, ખારોડેમ ૬ ફૂટ, માલણ (મહુવા)માં એક સાથે ૧૫ ફૂટ, રંઘોડામાં ૩.૫ ફૂટ, લાખણકામાં ૧૨, હળોલમાં ૬.૫ અને બગડમાં ૧૨ ફૂટ નવું પાણી આવેલું નોંધાયું હોવાનું ભાવનગર સિંચાઈ વર્તુળ એકમના સૂત્રોએ જણાવ્યું હતું. અત્યાર સુધી આ તમામ ડેમ ખાલી હતા. જૂનાગઢના પાંચ ડેમમાં આ પ્રમાણે નવા નીર આવ્યા છે. અહીં સરેરાશ ત્રણ ફૂટની આવક
થઈ છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના ૨૧ જળાશયોમાં બે ફૂટ નીર છોડાયા છે. સુરેન્દ્રનગરના વઢવાણના જળાશયોમાં દોઢથી બે ફૂટ નવા નીરની આવક થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter