રાજ્યનો પ્રથમ કેસઃ જુવેનાઈલ આરોપીને ૧૪ વર્ષની સજા

Friday 13th September 2019 08:29 EDT
 

અમદાવાદઃ નિકોલ કઠવાડા રોડ પરના વિન્ટેજ વિલા રેસ્ટોરાં સામે ૨૦૧૭ના પ્રજાસત્તાક દિને યુવક પર છરી વડે હુમલો કરીને હત્યા કરવાના ગુનામાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એડિશનલ સેશન્સ જજ (સ્પેશિયલ) પી. એ. પટેલે જુવેનાઇલ (કિશોર)ને ૧૪ વર્ષની સજા તથા રૂ. ૧૦ હજાર દંડ ફટકારવાનો હુક્મ કર્યો છે. દંડ ના ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો આદેશ આપ્યો છે. આરોપી હાલ ૧૭ વર્ષનો છે. ૨૧ વર્ષ વર્ષની ઉંમર પૂરી થતાં તેને પ્લેસ ઓફ સેફ્ટી-મહેસાણામાંથી આગળની સજા માટે સાબરમતી મધ્યસ્થ જેલમાં ખસેડવાની તાકીદ કરાઈ છે. જુવેનાઇલને ૧૪ વર્ષની સજા ફટકારવાનો ગ્રામ્ય કોર્ટનો આ પ્રથમ ચુકાદો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter