અમદાવાદઃ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના તાજેતરમાં આવેલા એક એહેવાલ પ્રમાણે, ગુજરાતની જેલોમાં અભણ કરતાં શિક્ષિત, શિક્ષણની સારી ડિગ્રી ધરાવતા કેદીઓની સંખ્યા વધુ છે. રાજ્યની જેલોમાં હત્યા અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની સંખ્યા સવિશેષ છે. અત્યારે રાજ્યની સેન્ટ્રલ સબજેલમાં તો એવી સ્થિતિ છે કે, કેપેસિટી કરતાં વધુ કેદીઓ છે.
અભણ હોય તે ગુનાખોરીમાં પ્રવૃત્ત હોય તે સ્વભાવિક માન્યતા છે, પણ તાજા અહેવાલો પ્રમાણે શિક્ષિતો પણ ગુનાખોરી તરફ વળ્યાં છે. જોકે ઘણાં સંજોગોના શિકાર બનીને ગુનાખોર બન્યાં છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના અહેવાલ પ્રમાણે નિરક્ષર કરતાં શિક્ષિતો જ નહીં, એન્જિનિયરની ડિગ્રી ધરાવતા હોય તેવા યુવાનો પણ જેલમાં સજા કાપી રહ્યાં છે.
સૌથી વધુ ૧૮-૩૦ વર્ષનાં યુવા આરોપીઓ જેલમાં
રાજ્યની ૨૮ જેલોમાં કુલ મળીને ૧૮૪૨ આરોપીઓ એવા છે કે જેમની ઉંમર માત્ર ૧૮થી મ ૩૦ વર્ષની છે. આખી જિંદગી જેલમાં ગુજારી ઘણા કેદીઓએ ભવિષ્ય બગાડયું છે. ગુજરાતની જેલોમાં યુવા આરોપીની સંખ્યા સવિશેષ છે જે ચિંતાનો વિષય છે. સરકાર અને સમાજ માટે પણ.
આ ઉપરાંત ૩૦થી ૫૦ વર્ષની વય ધરાવતાં ૧૮૩૬ કેદીઓ જેલ કાપી રહ્યાં છે. જયારે ૮૬૫ કેદીઓ એવા છે જેમની ઉંમર ૫૦ વર્ષથી વધુની છે. આમ, ગુજતની જેલોમાં ૪૨.૮ ટકા આરોપીઓ યુવા છે.
કેદીઓની સ્થિતિ
• અભણ ૧૦૮૨
• ધો.૧૦થી ઓછું ભણેલા ૨૧૫૯
• ગેજ્યુએશનથી ઓછું ૬૮૫
• ગ્રેજ્યુએટ ૨૫૪
• ડિગ્રી, ડિપ્લોમા ૨૦
• પોસ્ટ ગ્રેજ્યુએટ ૯૯

