અમદાવાદઃ ગુજરાતમાંથી ૧૧ હજારો બાળકો આઠ વર્ષમાં ગુમ થયા છે તેવા જાહેર હિતના મુદ્દે થયેલી રિટમાં રાજ્ય સરકારે ૧૪મીએ જવાબ રજૂ કરીને ઉપરોક્ત આંકડો ખોટો હોવાનું જણાવ્યું હતું અને ૨૦૦૭થી ૨૦૧૫ના સમયગાળામાં ૧૪૫૦ બાળકો ગુમ થયા હોવાનું કહ્યું હતું.
રાજ્ય સરકારે રજૂ કરેલા જણાવ્યું હતું કે જાહેર હિતની રિટ અરજીમાં છેલ્લા એક વર્ષમાં ૨૨ હજાર બાળકો ગુમ થયા હોવાથી અને ૧૧ હજાર પાછા મળી આવ્યા હોવાની રજૂ કરાયેલી આંકડાકીય વિગતો સાચી નથી.

