રાજ્યમાં આત્મહત્યા કરનારા ૭૨૨૫ લોકોમાં ૨૪૦૩ વિદ્યાર્થી

Wednesday 03rd February 2016 06:58 EST
 

અમદાવાદઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ હાલમાં જ બહાર પાડેલા આત્મહત્યાના પ્રમાણનો રેકોર્ડ જોઈએ તો ભારતમાં વિશ્વના દેશો કરતાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહેલું દેખાય છે. એમાં પણ ગુજરાતમાં વર્ષ ૨૦૧૪માં આત્મહત્યા કરનારા ૭૨૨૫ લોકોમાંથી ૨૪૦૩ વિદ્યાર્થી હતા.
મનોચિકિત્સકોએ જણાવ્યું છે કે, હરીફાઈમાં આગળ ન રહી શકવાને કારણે અથવા સંવેદનશીલ સંબંધોમાં સફળ ન થવાને કારણે ટીનેજર કે શાળાના વિદ્યાર્થીઓ આત્મહત્યાનું પગલું ભરે છે. નોંધનીય છે કે વર્ષ-૨૦૧૨માં ૧૫થી ૨૯ વર્ષના ૨.૫૦ લાખથી વધુ આત્મહત્યાના કિસ્સા સાથે ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ બની રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter