અમદાવાદઃ શ્રાવણ મહિનાની પૂર્ણાહૂતિની સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૫૭.૬૪ મિમી એટલે કે ૭૦ ટકા નોંધાયો છે. ગુજરાતમાં જૂન ૨૦૧૬માં ૩૬.૭૬ મિમી, જ્યારે જુલાઇ ૨૦૧૬માં ૨૨૪.૩૦ મિમી અને ઓગષ્ટ ૨૦૧૬માં ૨૮૩.૫૨ મિમી વરસાદ થયો છે. રાજ્યનો એકપણ તાલુકો વરસાદ વગરનો રહ્યો નથી. અત્યાર સુધીમાં કચ્છ રિજિયનમાં મોસમનો ૬૫.૨૩ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ૭૦.૪૫ ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં ૬૫.૭૮ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૭૩.૫૩ ટકા વરસાદ થયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૪.૩૩ ટકા થવા જાય છે.
રાજ્યમાં પડેલા વરસાદને તાલુકાવાર જોઇએ તો, ૨૫૦ તાલુકાઓ પૈકી ૧૯ તાલુકાઓમાં ૧૨૬ મિમીથી ૨૫૦ મિમી વરસાદ, ૧૧૬ તાલુકાઓમાં ૨૫૧ મિમીથી ૫૦૦ મિમી વરસાદ નોંધાયો છે.


