ચીખલીઃ ગુજરાતના ક્વોરી ઉદ્યોગના સળગતા પ્રશ્નો બાબતે સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ જ ઉકેલ નહીં આવતાં ક્વોરી ઉદ્યોગના સંચાલકોએ ૧૦મી ડિસેમ્બરથી અચોક્કસ મુદ્દત સુધી ક્વોરી ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત રાજ્ય ક્વોરી એસોસિએશન દ્વારા ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો બાબતે ભૂતકાળમાં વારંવાર સરકાર સાથે વાટાઘાટો કરતા સરકાર તરફથી લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નોનું કોઇ જ નિરાકરણ નહીં આવતા સમગ્ર ગુજરાતનો ક્વોરી ઉદ્યોગ ૧૦ ડિસેમ્બરની મધરાતથી અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

