અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમીથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રવિવારે રાજ્યમાં રેડએલર્ટ જાહેર કરાયું છે. ગરમીના કારણે માનસિક રોગ દર્દીઓમાં ૧૦ ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં જ બે દિવસમાં ૩૨૦ મળીને રાજ્યમાં ૧૩૦૦ નાગરિકોને ગરમીના લીધે સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવી પડી છે. ગરમીથી હીટસ્ટ્રોકના બનાવો વધ્યા છે. અમદાવાદમાં ૩૨૦, સુરતમાં ૧૬૦, રાજકોટમાં ૭૦ સહિત ગુજરાતમાં ૧૩૦૦ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગરમીથી અરવલ્લીમાં અને કચ્છમાં બેનાં મોત નીપજ્યા છે.


