ગાંધીનગરઃ આ વર્ષે રાજ્યમાં ચોમાસું મોડું થવાના એંધાણ છે. ૨૦૧૮ના અનુમાન અને તેના સંદર્ભમાં આગોતરી તૈયારીઓ માટે મુખ્ય સચિવ ડો. જે. એન. સિંગના વડપણ હેઠળ ચોથી મેએ મળેલી બેઠકમાં હવામાન ખાતાએ રજૂ કરેલા પૂર્વાનુમાન થોડાક ચિંતાજનક છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાનો ૧૫ જૂનથી પ્રારંભ થતો આવ્યો છે, પણ કેટલાક વર્ષથી ફેરફાર થયો છે. તેવી જ રીતે આ વર્ષે ચોમાસુ પરંપરાગત કરતાં એક સપ્તાહ મોડું શરૂ થાય તેમ છે. હવામાન ખાતાએ અનુમાન રજૂ કર્યું છે કે, ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થશે.

