અમદાવાદઃ રાજ્યમાં જૂન ૨૦૧૬ સુધીની વિગતો મુજબ છેલ્લા એક વર્ષમાં ૨૪૮ મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હોવાની પોલીસ ચોપડે સત્તાવાર ફરિયાદ નોંધાઇ છે, જે મુજબ દર ૩૫ કલાકે એક મહિલા સાથે દુષ્કર્મ થયાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ગુજરાત પોલીસ દ્વારા વૈશ્વિક પ્લેટફોર્મ પર જાહેર થયેલી વિગતો મુજબ જૂન ૨૦૧૬ સુધીમાં દુષ્કર્મના કેસમાં છેલ્લા એક વર્ષમાં કુલ ૧૧.૭૧ ટકાનો ઉછાળો નોંધાયો છે.

