અમદાવાદઃ રાજ્યમાં નર્મદા, સાબરમતી સહિત કુલ ૨૦ નદીઓ પ્રદૂષિત છે. દેશના જે રાજ્યમાં સૌથી વધુ પ્રદૂષિત નદી હોય તેમાં ગુજરાત પાંચમાં સ્થાને છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૩ જ્યારે ભારતમાં કુલ ૩૫૧ નદીઓ અત્યંત પ્રદૂષિત છે.
લોકસભાના ચોમાસુ સત્રમાં પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જે નદીઓ પ્રદૂષિત છે તેમાં અમલાખાડી, ભાદર, ભોગાવો, વિશ્વારમિત્રી, દમણગંગા, તાપી, મેશ્વાનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આશ્ચર્યજનક રીતે સાબરમતી નદી પરનું પ્રદૂષણ દૂર કરવા કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં રૂ. ૨૦૧.૫૨ કરોડ ફાળવવામાં આવ્યા છે.
કઈ કઇ નદી પ્રદૂષિત?
અમલાખાડી, ભાદર, ભોગાવો, ખારી, સાબરમતી, વિશ્વામિત્રી, ધાદર, ત્રિવેણી, અમરાવતી, દમણગંગા, કોલક, માહી, શેઢી, તાપી, અનસ, બાલેહવારખાડી, કિમ, મેશ્વા, મિંઢોલા, નર્મદા.


