રાજ્યમાં પેટાચૂંટણીઓ પાછી ઠેલાતા ભાજપના બંને હાથમાં લાડવા!

Tuesday 18th August 2020 16:20 EDT
 

ગાંધીનગરઃ નિયમ મુજબ ૧૩ સપ્ટેમ્બર પહેલાં રાજ્યમાં પેટાચૂંટણી યોજાય તે હવે શક્ય રહ્યું નથી. દિલ્હીમાં ૧૪મી ઓગસ્ટે મુખ્ય ચૂંટણી પંચની કોર બેઠક બાદ ગુજરાતમાં પેટાચૂંટણી અંગે કોઈ ફોડ પાડવામાં ન આવતાં બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ૮ બેઠકો ઉપર ૬ મહિનાની અવધિ કરતાં વિલંબથી પેટાચૂંટણી યોજાશે તેવું સ્પષ્ટ થયું છે. કોરોનાને કારણે પહેલેથી જ પ્રજા પરેશાન છે. વેપાર - ધંધા પર મંદીનો બેવડો માર છે. તેવામાં ભાજપને જનાક્રોશ સામે રાહત મળી છે.
કોંગ્રેસમાંથી આવેલા પેરાશૂટો સામે ભાજપમાં જ રોષ છે ત્યારે તેની ટિકિટની દાવેદારી ઉપર ટાઢા પાણીએ ખસ કાઢવાનો ખેલ થાય તો નવાઈ નહીં. પેટાચૂંટણી ઘોંચમાં પડતાં ભાજપમાં તો બેઉ હાથમાં લાડવા મળ્યા જેવો માહોલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter