રાજ્યમાં બે દિવસમાં જ ૬૦ જણાનાં મોત

Wednesday 28th August 2019 06:24 EDT
 

અમદાવાદઃ રાજ્યમાં જન્માષ્ટમી અને રવિવાર એમ બે જ દિવસમાં હત્યા, અકસ્માત અને ડૂબવાથી ૬૦ વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ અકસ્માતમાં ૩૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. ડૂબી જવાથી ૧૭ લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે ૭ લોકોની હત્યા કરી દેવાઈ છે.
રવિવારે ખંભાતના ઉંદેલમાં બેની હત્યા, રાજકોટમાં યુવાનની હત્યા, દાહોદમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. સુરતના પાંડેસરામાં સાઢુભાઈએ યુવકની, મુવાલિયામાં પત્નીની પતિએ હત્યા કરી હતી. જૂનાગઢમાં મહિલાની હત્યા થઈ હતી. ખેરાડામાં પતિએ પત્નીની હત્યા કરી હતી. પાણીમાં ડૂબી જવાના બનાવોમાં ૧૭ લોકોનાં મોત થયા. જેમાં વલસાડમાં ભૈરવીમાં પોલીસની રેડથી બચવા એક માણસ નદીમાં કૂદતાં મોત થયું હતું. સુરત જિલ્લાનો યુવક કેનાલમાં ડૂબી ગયો. કેશોદના સાબલી નદીમાં ડૂબી જતાં બે ભાઈનાં મોત નિપજ્યા હતા. માળિયાના દેરાળામાં પાણીમાં ડૂબી જતાં યુવકનું, વંથલી ગંઠિલા ગામેથી પસાર થતી નદીમાં નહાવા પડેલાં બેનાં મોત નીપજ્યા હતા. ભાવનગરના યુવાનનું ધોધમાં નહાવા પડતાં મોત થયું હતું. બનાસ નદીમાં ચાર કિશોર ડૂબ્યા હતા જેમાં એકનું મોત થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter