ગાંધીનગરઃ રાજ્ય સરકારે, આગામી દસકા દરમિયાન ગુજરાતને ઓટો અને ઓટો કોમ્પોનન્ટના ક્ષેત્રે દેશમાં મોખરે લાવી દેવાની ગણતરી રાખી છે. રાજ્યમાં ૧.૪૦ કરોડ વાહનો હતા, પણ જે ઝડપી આ સેકટરનો વિકાસ થઈ રહ્યો છે, તે જોતાં આગામી બે વર્ષમાં જ ૧૦.૪૬ લાખ જેટલી નવી કારોનું ઉત્પાદન વધશે. આ માટે ગુજરાતમાં આગામી ૧૦૦ વર્ષમાં ૧૫૦૦ કરોડ સુધીના રોકાણની સંભાવના છે. અત્યારે ઓટોમોટીવ ઈન્ડસ્ટ્રીઝના વિકાસનો દર માંડ ૩.૭ ટકાનો છે. જેને ૧૦ ટકા સુધી લઈ જવાની તૈયારી રાખવામાં આવી છે. જોકે, નવા વાહનોની સંખ્યા વધવાથી પ્રદૂષણને નાથવા માટે હવે રાજ્ય સરકાર, આગામી વર્ષોમાં સીએનજી વાહનોની સંખ્યા વધારવાના મૂડમાં છે.

