અમદાવાદ: રાજસ્થાનમાં સક્રિય થયેલી સરક્યુલેશન સિસ્ટમને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોથી ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ થયો હતો. મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેમજ અમદાવાદ એસજી હાઈવે વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો. જેને લઈ ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. માવઠાંથી શાકભાજી, જીરુ, વરિયાળી, ચણા અને ઘઉંના પાકને નુકસાનની આશંકા વ્યક્ત કરાઇ છે.


