શ્રાવણ મહિનાના પ્રારંભથી વરસાદે રાજ્યમાં મહેરની શરૂઆત કરી છે. સોમવારે મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત એમ સમગ્ર રાજ્યમાં ૧થી ૬ ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ ઊના પંથકનાં સીમાસી, કાણકીયા, આંબાવડમાં ૬ ઇંચ, ચિખલીમાં ૪ અને ગણદેવીમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સોરઠ, જામનગર જિલ્લાનાં તુલાકા, રાજકોટ, સુરત શહેર, મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદમાં અડધોથી ૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

