અમદાવાદઃ ગુજરાતમાં રવિ સિઝનનું વાવેતર એક જ સપ્તાહમાં ૧૫ ટકા જેટલું વધ્યું છે તો મુખ્ય પાક ઘઉંના વાવેતરમાં આ વધારો ૧૭ ટકા જેટલો નોંધાયો છે. પાંચમી ડિસેમ્બર સુધીના સત્તાવાર આંકડાઓ મુજબ બટાટા, સવા અન્ય તેલીબિયા ક્ષેત્રમાં અપેક્ષિત - સરેરાશ કરતાં વધુ વાવેતર થયું છે. આ પ્રમાણ ૧૦૦થી ૨૦૮ ટકા જેટલું થવા જાય છે. કૃષિ વિભાગના અધિકૃત આંકડાઓ મુજબ રવિ ઋતુ-પાક માટેનો અપેક્ષિત સરેરાશ વાવેતર વિસ્તાર ૩૩૦૭૯૦૦ હેક્ટર મનાય છે તે પૈકી ૫૪ ટકા વિસ્તારમાં એટલે કે ૧૭૭૦૯૦૦ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. તેમાં સૌથી મોટો હિસ્સો ૬૦૧૭૦૦ હેક્ટર ઘઉં, મકાઈ, જુવાર સહિતના પાકોનો છે અને ઘઉં તેમાં મોખરે છે.

