ગાંધીનગરઃ વાપી, પારડી, ઉમરગામ તથા દમણ અને સેલવાસમાં રવિવારે અને સોમવારે પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. દરમિયાન વાપીમાં માંડ રવિવારે ૧૨ કલાકમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું હતું. રવિવારે સવારે ૭ વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ૨૫થી ૩૦ મિનિટ સુધી સતત વરસાદ યથાવત્ રહેતાં અનેક નીચાંણવાળા વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાયા હતાં. પ્રથમ વરસાદે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ ઉપરાંત સાપુતારા, સુરત, ભરૂચ, નવસારી, તળાજા અને કચ્છમાં ભુજ ખાતે પણ વરસાદના ઝાપટાં પડ્યાં હતાં.


