ગાંધીનગર: ગુજરાત સરકારે ૧૪મી ઓગસ્ટે ૭ આઈએએસ અધિકારીની કરેલી બદલીમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર નલીન ઉપાધ્યાયના સ્થાને કમિશનર તરીકે લાંબા સમયથી વિદેશમાં ટ્રેનિંગ પર મોકલાયેલા પી. સ્વરૂપને મૂક્યા છે. નલીન ઉપાધ્યાયની બદલી કરીને તેમને સહકાર સચિવ પદ અપાયું છે. નલીન ઉપાધ્યાયને મનીષ ભારદ્વાજના સ્થાને પશુપાલન, ગાય ઊછેર અને મત્સ્યદ્યોગ, કિસાન કલ્યાણ વિભાગમાં મુકાયા છે.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સેવા આપી રહેલા મહિલા આઈએએસ અનુરાધા મલની બદલી કરીને સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન - સ્પીપામાં ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરાયાં છે.
સ્પીપાના ડિરેક્ટર જનરલ કે. એમ. ભીમજીયાણીની બદલી કરીને તેમને સેટલમેન્ટ કમિશનર અને ડિર્કેટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ તરીકે ગાંધીનગરમાં નિમણૂક અપાઈ છે. આ હોદ્દે અત્યાર સુધી સેવા આપી રહેલા હર્ષદ કુમાર આર. પટેલની અન્યે બદલી કરાઈ છે.

