રાજ્યમાં ૧૭૬ કેસમાં રૂ. ૩૭૭૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાશે

Wednesday 20th June 2018 07:14 EDT
 

અમદાવાદઃ અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડે દ્વારા સરફેસી એક્ટ હેઠળના ૪૦૦ કેસોની સુનવણી તાજેતરમાં હાથ ધરવામાં આવી હતી જેમાં જુદા-જુદા ૧૭૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ૧૭૬ કેસો અંતર્ગત રૂ. ૩૭૭૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાના આદેશ કરાયા હતા. આમ વિવિધ બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લીધા બાદ હપ્તા ન ભરનારા બાકીદારોની રૂ. ૩૭૭૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter