રામ મંદિર નિર્માણ માટે ૧૦ કરોડથી વધુ ઘરનો સંપર્ક

Tuesday 12th January 2021 14:51 EST
 

અમદાવાદઃ દેશભરમાં રામ મંદિરના નિર્માણ માટે વ્યાપક સંપર્કનું કાર્ય થવાનો સંકલ્પ રામભક્તોએ લીધો છે. જેના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓ રામ મંદિરના નિર્માણ માટે ૫ લાખથી વધુ ગામોમાં ૧૦ કરોડથી વધુ ઘરનો સંપર્ક કરશે તેમ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને વિવિધ સંગઠનોમાં કાર્યરત કાર્યકર્તાઓ ની તાજેતરમાં થયેલી ત્રણ દિવસીય બેઠકમાં ચર્ચાયું હતું. ગાંધીનગર જિલ્લાના ઉવારસદ માં યોજાયેલી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની સમન્વય બેઠક સાતમી જાન્યુઆરીએ સંપન્ન થઇ હતી. આ બેઠક અંગે આરએસએસના સહ સરકાર્યવાહક ડો. કૃષ્ણ-ગોપાલજીએ કહ્યું, સમન્વય બેઠકમાં કોરોના સંકટમાં દેશભરમાં વિવિધ સંગઠનોએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી તેની માહિતી અપાઈ હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter