અમદાવાદઃ નોટબંધીના પાંચ દિવસમાં અમદાવાદ ડિસ્ટ્રિક બેંક દ્વારા રૂ. ૭૪૫ કરોડની જૂની ચલણી નોટો બદલી કૌભાંડ કરાયું હોવાનું નિવેદન અને ટ્વિટ કરનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષ પ્રવક્તા રણદીપ સૂરજેવાલા સામે એડીસી બેંકના ચેરમેન અજય પટેલે મેટ્રો કોર્ટમાં બદનક્ષીની બે ફરિયાદો કરી છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન કોર્ટે પ્રથમ દર્શનીય બદનામીનો ગુનો બનતો હોવાથી બંને ફરિયાદ રજિસ્ટર કરી સીઆરપીસીની કલમ ૨૦૨ હેઠળ ઇન્કવાયરીનો આદેશ ૨૭મી ઓગસ્ટે કર્યો હતો. કોર્ટે વધુ સુનાવણી ૧૭ સપ્ટેમ્બરે રાખી ફરિયાદીને વધુ પુરાવા અને સાક્ષીઓ સાથે હાજર રહેવાનો નિર્દેશ કર્યો હતો.

